
Iran Warns America and Israel : ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ ઈઝરાયેલ અને અમેરિકાને કડક શબ્દોમાં ચેતવણી આપી છે. લેબનાનની બે દિવસીય મુલાકાતે પહોંચેલા અરાઘચીએ સ્પષ્ટ કહ્યું છે કે, તેમનો દેશ યુદ્ધ કરવા ઇચ્છતો નથી, પરંતુ જો ફરીથી હુમલો કરવામાં આવશે તો ઈરાન વળતો જવાબ આપવા સંપૂર્ણ તૈયાર છે.
ન્યૂક્લિયર પ્રોગ્રામ પર વાતચીત માટે ઈરાન તૈયાર
અબ્બાસ અરાઘચી (Abbas Araghchi)એ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ઈરાન તેના ન્યુક્લિયર પ્રોગ્રામ બાબતે અમેરિકા સાથે ચર્ચા કરવા તૈયાર છે. જોકે, તેમણે શરત મૂકી છે કે આ વાતચીત વોશિંગ્ટનના હુકમને બદલે પરસ્પર સન્માન અને હિતો પર આધારિત હોવી જોઈએ.
