
Cyclone Senyar Update by IMD: ભારતીય હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર, મલેશિયા અને તેની પાસેના મલક્કા સ્ટ્રેટ ઉપર સર્જાયેલું લો પ્રેશર વધુ સક્રિય થઈ રહ્યું છે. લો પ્રેશર ધીરે-ધીરે બંગાળની ખાડી તરફ આગળ વધી રહ્યું છે. આવતીકાલે 25 નવેમ્બરના રોજ કોમોરિન અને દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી અને શ્રીલંકાના આસપાસના વિસ્તારોમાં લો પ્રેશર થવાની સંભાવના છે. જેમાં આગામી 24 કલાકમાં દક્ષિણ આંદામાન સમુદ્ર પર ડિપ્રેશનમાં તીવ્ર બનવાની સંભાવના છે. આ સિસ્ટમ 26 નવેમ્બરની આસપાસ ચક્રવાત ‘સેન્યાર’ (Cyclone Senyar) વિકરાળ રૂપ ધારણ કરી શકે છે. વધુ એક વાવાઝોડાનો ખતરના કારણે 25 થી 29 નવેમ્બર દરમિયાન આંદામાનથી ઓડિશા કિનારા સુધી ભારે વરસાદ થવાની સંભાવના છે.
