વલસાડમાં અતુલ નજીક NH48 પર કારે સર્જ્યો અકસ્માત, 2 યુવકોનાં મોત

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized
  • NH 48 પર સર્જાઈ દુર્ઘટના
  • પારડી હોસ્પિટલમાં કરાયા હતા દાખલ
  • સારવાર દરમિયાન નિપજ્યું મોત

વલસાડના અતુલ નજીક નેશનલ હાઈવે 48 પર એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. અહીંથી પસાર થઈ રહેલી એક સ્વિફ્ટ કારે પાણી લેવા જતા 2 યુવકોને અડફેટે લીધા હતા. બંને યુવકોને પારડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાં સારવાર દરમિયાન બંનેનું મોત નિપજ્યું હતું.

જાણકારી પ્રમાણે આ બનાવ ત્યારે બન્યો જ્યારે આ યુવકો દમણથી ભરૂચ પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન અતુલ નજીક ટેમ્પો ટ્રાવેલરમાં પંક્ચર પડતા તેને અતુલની નજીક ઊભો રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન બંને યુવકો હાઈવેની બીજી બાજુએ પાણી લેવા માટે જઈ રહ્યા હતા. એટલામાં હાઈવે ક્રોસ કરતી વેળાએ વલસાડથી પારડી જઈ રહેલી એક સ્વિફ્ટ કારે બંને યુવાનોને ટક્કર મારી હતી. જેથી બંને યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

અકસ્માતની ઘટનાના પગલે નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. બંને ઈજાગ્રસ્ત યુવકોને પારડી હોસ્પિટલ ખાતે એડમિટ કરવામાં આવ્યા હતા. બંને યુવાનોને જોકે બચાવી શકાયા નહોતા અને સારવાર દરમિયાન જ બંનેનું મોત થયું હતું. આ મામલે રૂરલ પોલીસને સૂચના મળતાં પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે ધસી આવ્યો હતો, અને જરૂરી કાર્યવાહી કરી પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

નોંધનીય છે કે હાલમાં નેશનલ હાઈવે પર ઓવરસ્પીડિંગ અને ફાસ્ટ કાર ડ્રાઈવિંગના બનાવોને લીધે અકસ્માતની ઘટનાઓમાં વૃદ્ધિ થઈ રહી છે. જેના પગલે તંત્ર દ્વારા વધુ ચોક્સાઈપૂવર્કના પગલા ભરી આ ઘટનાઓને નિયંત્રણમાં લેવામાં આવે એવી માગ ઉઠવા પામી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *