વલસાડમાં ફૂલ ગુલાબી ઠંડીનો ચમકારો:વાતાવરણમાં શીતળતા વ્યાપી, વહેલી સવારે 19 ડિગ્રીમાં લોકો થથર્યા

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

વલસાડ જિલ્લામાં બુધવારે વહેલી સવારથી ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. રાજ્ય હવામાન વિભાગ અનુસાર, જિલ્લામાં લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે મહત્તમ તાપમાન 29 ડિગ્રી રહેવાનો અંદાજ છે. વાતાવરણમાં શીતળતા વ્યાપી
​​​​​​​ઠંડીની શરૂઆત થતાં જ વાતાવરણમાં શીતળતા વ્યાપી ગઈ હતી. સવારના સમયગાળા દરમિયાન લોકો સ્વેટર, જેકેટ અને મફલર જેવા ગરમ વસ્ત્રો પહેરીને બહાર નીકળતા જોવા મળ્યા હતા. વલસાડના પારનેરા ડુંગર સહિત ધરમપુર અને કપરાડાના ડુંગરાળ વિસ્તારોમાં ઠંડા પવનોનો અનુભવ થયો હતો. ​​​​​​​​​​​​​​મોર્નિંગ વૉક અને કસરત માટે નીકળતા લોકોની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં તાપમાનમાં વધુ ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરી છે. ઠંડી વધતા ખેડૂતો રવિ પાક અને આંબાની સંભાળમાં વ્યસ્ત બન્યા છે. જિલ્લાના વિવિધ તાલુકાઓમાં નોંધાયેલું તાપમાન


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *