વલસાડમાં ભારે વરસાદને લઈ કોલક નદી બે કાંઠે, ખેતરો બેટ બન્યા

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized
  • અરનાલા, સુખેળ, ગોઈમા, અંભેટીમાં બે કોઝવે પાણીમાં ગરકાવ
  • ગઈકાલથી રસ્તાઓ બંધ હોવાથી વાહનચાલકોને હાલાકી
  • ઉપરવાસમાં વરસાદને લઈ કોલક નદીમાં પાણીની આવક થઇ

વલસાડમાં ભારે વરસાદને લઈ કોલક નદી બે કાંઠે થઇ છે. જેમાં કોલક નદી કાંઠાના ગામોના ખેતરોમાં પણ ઘૂસ્યા છે. અરનાલા, સુખેળ, ગોઈમા, અંભેટીમાં બે કોઝવે પાણીમાં ગરકાવ થયા છે. ગઈકાલથી રસ્તાઓ બંધ હોવાથી વાહનચાલકોને હાલાકી પડી રહી છે.

વરસાદને લઈ કોલક નદીમાં પાણીની આવક થઇ

ઉપરવાસમાં વરસાદને લઈ કોલક નદીમાં પાણીની આવક થઇ છે. વલસાડ જિલ્લામાં ગતરોજ પડેલ ભારે વરસાદને લઈ કોલક નદી બે કાંઠે વહી હતી. કોલક નદીના પાણી કિનારેના ગામોના ખેતરોમાં પણ ઘુસ્યા હતા. કોલક નદીમાં પાણીની આવક થતા પાટી અરનાલા, સુખેશ, ગોઈમાં, અંભેટી જેવા ગામોના બે જેટલા કોઝવે ડૂબાણમાં આવ્યા છે. જેને લઈ સ્થાનિકો અને વાહન ચાલકો ભારે હાલાકીમાં મુકાયા હતા. ગતરોજથી રસ્તાઓ બંધ હતા. તથા હજી પણ નદીમાં પાણી ઓસર્યા નહીં.

સતત વરસી રહેલા વરસાદે જિલ્લાનું જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધુ

ઉપરવાસમાં વરસાદને લઈ કોલક નદીમાં પાણીની આવકમાં વધારો થયો છે. ભારે વરસાદના કારણે જિલ્લામાં મેઘ મહેર થઇ રહી છે, તમામ તાલુકાઓમાં પાણી પાણીના દ્રશ્યો સામે આવી રહ્યાં છે. જિલ્લાના 72 જેટલા રસ્તાઓ કરવામાં આવ્યા હોવાથી કેટલાય ગામો સંપર્ક વિહોણા બન્યા છે. હાલમાં લગભગ 28 જેટલા ગામોમાં અવરજવર માટે મુશ્કેલીઓ પડી રહી છે, અહીં વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવાની ફરજ પાડવામાં આવી રહી છે. વલસાડમાં છીપવાડ, મોગરાવાડી જેવા અનેક ગરનાળામાં પાણી ભરાયા હોવાથી લોકોને 20 થી 25 કિલોમીટર ચકરાવો મારીને વૈકલ્પિક રસ્તાંઓ પરથી અવરજવર કરવી પડી રહી છે. સતત વરસી રહેલા વરસાદે જિલ્લાનું જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધુ છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *