વલસાડ જિલ્લામાં વહેલી સવારથી ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. રાજ્ય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, જિલ્લામાં લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે મહત્તમ તાપમાન 28 ડિગ્રી રહેવાનો અંદાજ છે. ઠંડીની શરૂઆત થતાં જ વાતાવરણમાં શીતળતા વ્યાપી ગઈ હતી. સવારના સમયગાળા દરમિયાન લોકો સ્વેટર, જેકેટ અને મફલર જેવા ગરમ વસ્ત્રો પહેરીને બહાર નીકળતા જોવા મળ્યા હતા. પારનેરા ડુંગર વિસ્તારમાં ઠંડા પવનોનો અનુભવ થતાં શિયાળાનો અહેસાસ વધુ સ્પષ્ટ બન્યો હતો. મોર્નિંગ વૉક અને કસરત માટે નીકળતા લોકોની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં તાપમાનમાં વધુ ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરી છે. ઠંડી વધતા ખેડૂતો રવિ પાક અને આંબાની સંભાળમાં વ્યસ્ત બન્યા છે. જિલ્લાના તાલુકાવાર તાપમાન નીચે મુજબ નોંધાયા છે:
વલસાડમાં લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી નોંધાયું:જિલ્લામાં વહેલી સવારથી ઠંડીનો ચમકારો, લોકો ગરમ વસ્ત્રો પહેરીને બહાર નીકળતા જોવા મળ્યા
📅 Published: November 18, 2025 |
📂 Category: Uncategorized
