વલસાડમાં DRIની મોટી કાર્યવાહીઃ ગેરકાયદે ધમધમતી ફેક્ટરીમાંથી 20 કરોડથી વધુનું ડ્રગ્સ જપ્ત કર્યું

📅 Published: November 6, 2025 | 📂 Category: Uncategorized


Gujarat Crime: વલસાડ જિલ્લાના અટગામ વિસ્તારમાં ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) દ્વારા ગુપ્ત માહિતીના આધારે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. DRI એ અહીં ગેરકાયદે રીતે ચાલતી એક ડ્રગ્સ મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીનો પર્દાફાશ કરીને અંદાજિત રૂ. 20 કરોડથી વધુ કિંમતનો 114 કિલોગ્રામ પ્રવાહી ડ્રગ્સનો તૈયાર જથ્થો જપ્ત કર્યો છે.

ચાર આરોપીઓની ધરપકડ

DRIએ આ ઓપરેશનમાં ફેક્ટરીના બે માલિક અને બે વર્કર્સ સહિત કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *