
Valsad News: વલસાડ જિલ્લાના સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (SOG)ની ટીમે વાપી વિસ્તારમાંથી એક બાંગ્લાદેશી નાગરિકની ધરપકડ કરી છે. આ ઈસમ કોઈપણ પ્રકારના કાયદેસરના દસ્તાવેજો (પાસપોર્ટ કે વિઝા) વિના ગેરકાયદે રીતે ભારતમાં પ્રવેશીને વસવાટ કરી રહ્યો હતો.
પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ ઈસમ ઝડપાયો
SOGની ટીમ વાપી વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગ દરમિયાન એક શંકાસ્પદ ઈસમ મળી આવ્યો હતો. પોલીસે તેની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી ત્યારે તે ગેરમાર્ગે દોરનારા જવાબો આપી રહ્યો હતો, જેના કારણે પોલીસને તેની પર શંકા થઈ હતી.
