
યા કુંદેન્દુ તુષારહાર ધવલા, યા શુભ્રવસ્ત્રાવૃતા ગુજરાતમાં સરસ્વતીજીનાં જૂજ મંદિરોમાંનું એક જૂનાગઢમાં આવેલું, આજે વસંત પંચમીએ વિશેષ પૂજન
જૂનાગઢ, : આવતીકાલે તા. 23ના વસંત પંચમીની ઉજવણી થશે. આ દિવસે વાણીના દેવી સરસ્વતીજીનું પૂજન કરવામાં આવશે. દેવી ભાગવતના ઉલ્લેખ મુજબ સરસ્વતીજીનું પ્રથમ પૂજન ભગવાન શ્રીકૃષ્ણએ કર્યું હતું. સરસ્વતી દેવીનાં ગુજરાતમાં જૂજ મંદિરો છે, જેમાંનું એક જૂનાગઢમાં આવેલું છે.
