
US-Iran War Tension : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે આક્રમક વલણ અપનાવતા તેને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે. ટ્રમ્પે જણાવ્યું છે કે, ઈરાન કાં તો શાંતિથી વાતચીતની ટેબલ પર આવી જાય અથવા તો ‘ઓપરેશન મિડનાઈટ હેમર’ કરતા પણ વધુ વિનાશક સૈન્ય કાર્યવાહીનો સામનો કરવા તૈયાર રહે. બીજી તરફ, ઈરાને પણ વળતો જવાબ આપતા કહ્યું છે કે, ‘અમે કોઈની ધાક-ધમકીમાં આવીશું નહીં અને જરૂર પડશે તો એવો જવાબ આપીશું, જે વિશ્વએ પહેલા ક્યારેય જોયો નથી.’
અમારો નૌકાદળ કાફલો આગળ વધી રહ્યો છે : ટ્રમ્પની ધમકી
ટ્રમ્પે (US President Donald Trump) જાહેરમાં ધમકી આપી છે કે, ‘ઈરાન તરફ એક વિશાળ નૌકાદળ કાફલો અત્યંત તાકાત, ઉત્સાહ અને સ્પષ્ટ હેતુ સાથે આગળ વધી રહ્યો છે.
