જામનગરમાં શિયાળો ધીમે ધીમે પોતાની રફતાર પકડી રહ્યો છે જેને પગલે શહેર ઠંડુ ગાર બન્યું છે છેલ્લા ચોવીસ કલાકમાં લઘુતમ તાપમાનનો પારો વધુ અડધો ડીગ્રી નીચે શરકીને 12.5 ડીગ્રીએ પહોંચી ગયો હતો. હિમાલય પરથી આવતા ઠંડા વાયરાઓએ ગુજરાતમાં પ્રવેશ કરતા સમગ્ર રાજ્યમાં ઠંડીએ ગતિ પકડી લીધી છે. કચ્ય, જૂનાગઢ, દાહોદ, સાબરકાંઠા સહિતના ભાગોમાં દિન-પ્રતિદિન ઠંડીમાં વધારો થઈ રહ્યો છે. શિયાળાએ રફ્તાર પકડતા જામનગર સહિત સમગ્ર હાલાર પંથક ઠંડોગાર થઈ ગયો છે. તાપમાનમાં ધીમે ધીમે ઘટાડો થઈ રહ્યો છે. જામનગરમાં ગત્ ચાર દિવસમાં લઘુતમ તાપમાનમાં 3.5 ડીગ્રીનો ઘટાડો થયો છે. ડિસેમ્બરમાં માવઠાની શક્યતા જોકે હવામાન નિષ્ણાંત દ્વારા અરબી સમુદ્રમાં લો-પ્રેશર બની શકે તેવી આગાહી કરી છે. ડિસેમ્બરમાં પણ માવઠાની શક્યતા વ્યક્ત કરી છે. આગામી દિવસોમાં ઠંડીનું જોર વધવાની પણ આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને આસપાસના વિસ્તારોમાં ઠંડીની આગાહી કરવામાં આવી છે. જેમાં ખાસ અમદાવાદ, અમરેલી, આણંદ, બોટાદ, છોટાઉદેપુર, જામનગર, નર્મદા, વડોદરા સહિતના જિલ્લાઓમાં 14 ડીગ્રી ન્યુનત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે,
વાતાવરણ:જામનગર બન્યું ઠંડુગાર પારો 12.5 ડિગ્રીએ સ્થિર
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
