વાપી મનપાની સોસાયટીઓને વિકાસ માટે અપીલ:લોકભાગીદારી યોજનામાં કરોડોના કામો શક્ય, 80 ટકા સુધીની રકમ રાજ્ય સરકાર ગ્રાન્ટ તરીકે પૂરી પાડે છે

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

વાપી મહાનગરપાલિકાએ શહેર અને વલસાડ જિલ્લાની ખાનગી સોસાયટીઓને વિકાસ કાર્યો માટે દરખાસ્તો કરવા અપીલ કરી છે. રાજ્ય સરકારની લોકભાગીદારી યોજના હેઠળ કરોડો રૂપિયાના કામોને મંજૂરી મળી શકે છે. મહાનગર પાલિકાના ડેપ્યુટી કમિશ્નર અશ્વિન પાઠકે સોસાયટીના પ્રમુખો, સેક્રેટરીઓ અને રહેવાસીઓને આ તકનો લાભ લેવા જણાવ્યું છે. આ યોજના અંતર્ગત, કુલ ખર્ચના 80 ટકા સુધીની રકમ રાજ્ય સરકાર ગ્રાન્ટ તરીકે પૂરી પાડે છે, જ્યારે બાકીના 20 ટકા સોસાયટી દ્વારા લોકભાગીદારી પેટે ચૂકવવાના રહેશે. વિકાસ કાર્યો માટે કોઈ ભંડોળ મર્યાદા નથી, જેથી નાના કામોથી લઈને રૂ. 20 કરોડ સુધીના મોટા પ્રોજેક્ટ્સ પણ મંજૂરી માટે મોકલી શકાય છે. મહાનગર પાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે રસ્તા, પેવર બ્લોક, સ્ટ્રીટ લાઇટ, ગટર લાઇન, પાણીની લાઇન અને કોમન પ્લોટના વિકાસ જેવા મુખ્ય કાર્યો આ યોજનામાં આવરી લેવામાં આવ્યા છે. આ યોજના સોસાયટીઓના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા માટે એક ઉત્તમ તક પૂરી પાડે છે. દરખાસ્ત પ્રક્રિયા મુજબ, સોસાયટીના પ્રમુખ અથવા સેક્રેટરીએ સોસાયટીના લેટરપેડ પર પ્રાથમિકતા મુજબ કરાવવા ઇચ્છાતા કામોની વિગતો રજૂ કરવી પડશે. મહાનગર પાલિકા દ્વારા સ્થળ સર્વે કર્યા બાદ સંપૂર્ણ દરખાસ્ત રાજ્ય સરકારને મંજૂરી માટે મોકલવામાં આવશે. વિકાસના મોટા પ્રોજેક્ટ્સ માટે સરકાર તરફથી પૂરતું ભંડોળ ઉપલબ્ધ હોવાથી, વાપી તેમજ વલસાડ જિલ્લાના તમામ નગરો અને સોસાયટીઓ માટે આ યોજના વિકાસ માટે એક સુવર્ણ તક સમાન છે. મહાનગર પાલિકાએ નાગરિકોને વધુમાં વધુ લાભ લઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ગુણવત્તા વધારવા ખાસ અપીલ કરી છે. સમાવેશ થતા કામો


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *