વારી એનર્જીઝ ખાતે મોટાપાયે ITના દરોડા:25 ટીમોએ હાઇ-ઇન્ટેન્સિટી ઓપરેશનમાં ચીખલી, વાપી અને મુંબઈમાં રેડ કરી, દક્ષિણ ગુજરાતના એક બિલ્ડરની ઓફિસ પર પણ તવાઈ

📅 Published: November 18, 2025 | 📂 Category: Uncategorized

મુંબઈ આવકવેરા વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા સોલાર એનર્જી સેક્ટર સાથે સંકળાયેલી એક અગ્રણી કંપની પર કરવામાં આવેલા દરોડાનો રેલો દક્ષિણ ગુજરાત સુધી પહોંચ્યો છે. મુંબઈની ટીમે વારી ગ્રુપના કર્તાહર્તાઓનાં મુંબઈ, વાપી અને ચીખલી ખાતે આવેલી ઓફિસો અને નિવાસ્થાનો પર સઘન તપાસ શરૂ કરી છે. દક્ષિણ ગુજરાતના એક બિલ્ડરની ઓફિસ પર પણ દરોડા
અધિકારીઓ દ્વારા ગ્રુપના તમામ દસ્તાવેજો, ડિજિટલ રેકર્ડ્સ અને સંપત્તિની વિગતોની ચકાસણી કરવામાં આવી રહી છે. આ ગ્રુપે તાજેતરમાં જ સીએઆર ફંડમાં કરોડો રૂપિયાની જાહેરાત પણ કરી હતી. આ સોલાર કંપનીના ઓપરેશન મેઇન્ટેનન્સની જવાબદારી અન્ય એક સોલાર કંપનીને સોંપવામાં આવી છે. આ તપાસ દરમિયાન, આવકવેરા વિભાગે દક્ષિણ ગુજરાતના એક બિલ્ડરની ઓફિસ પર પણ દરોડા પાડીને તપાસ શરૂ કરી છે. આ તપાસનું કેન્દ્રબિંદુ બિલ્ડરો દ્વારા ચીખલી ખાતે કરવામાં આવેલા કરોડો રૂપિયાના જમીનના સોદા છે. કરોડોના જમીન સોદામાં કરચોરીની શંકા
અધિકારીઓ મુખ્યત્વે એ દિશામાં તપાસ આગળ વધારી રહ્યા છે કે, આ જમીનના વેચાણના વ્યવહારોમાં કેપિટલ ગેઈન ટેક્સ યોગ્ય રીતે ભરવામાં આવ્યો છે કે કેમ અને આ સોદાઓમાં કેટલી રકમ રોકડમાં લેવામાં આવી છે. જમીનના સોદા સંબંધિત ગુપ્ત ચીઠ્ઠીઓ અને અન્ય કાગળો શોધવા માટે બિલ્ડરની ઓફિસ પર તપાસ કરવામાં આવી રહી છે. સોલાર કંપની પરના દરોડાની કડીમાં સુરત શહેરના એક શાહ અટકધારી બિલ્ડર અને બ્રોકર પણ આવકવેરા વિભાગના સાણસામાં આવ્યા છે. આ બિલ્ડર અગાઉ પણ જમીનના વિવાદોમાં સપડાયા હોવાનું જાણવા મળે છે. મુંબઈ આવકવેરા વિભાગની આ કાર્યવાહીએ સુરત અને દક્ષિણ ગુજરાતના રિયલ એસ્ટેટ સેક્ટરમાં ખળભળાટ મચાવી દીધો છે, કારણ કે આ દરોડાઓ દ્વારા કરોડોના જમીન સોદામાં કરચોરીની શંકા પર તપાસ કરવામાં આવી રહી છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *