વારી ગ્રુપ પર તપાસ:આજે જયપુરમાં બ્રોકરના પુત્રના લગ્ન પરંતુ તમામને સુરતથી જવા ન દેવાયા

📅 Published: November 20, 2025 | 📂 Category: Uncategorized

વારી સોલાર એનર્જી ગ્રુપ પર મુંબઇ આવકવેરા વિભાગની ટીમે હાથ ધેરલુ ઓપરેશન આજે બીજા દિવસે પણ યથાવત રહેવા પામ્યુ હતુ. તપાસનો રેલો સુરતના એક શાહ અટકધારી બિલ્ડર અને શર્મા અટકધારી બ્રોકર સુધી પહોંચ્યો હતો. અધિકારીઓ સુરતમાં કુલ ત્રણ જગ્યાએ તપાસ કરી રહ્યા છે પરંતુ હજી સુધી જમીનના સોદા અંગેના ડોક્યુમેન્ટ મળ્યા ન હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. સૌથી દયનીય હાલત બ્રોકરને ત્યાંની છે કેમકે પરિવારમાં ગુરુવારના રોજ જ દીકરાના લગ્ન છે અને મુંબઇ આઇટીએ પિતાને ઉપરાંત ઘરના અન્ય સભ્યોને પણ તેમાં મોડી રાત સુધી જવા દીધા નથી. આ ઘરમાં સ્થિતિ એવી છે કે, જેના લગ્ન છે તે દીકરો અને તેના માતા-પિતા સુરતમાં છે અને લગ્ન ગુરુવારે રાજસ્થાનમાં લેવાના છે. અધિકારીઓ કોઈને બહાર જવા દેતા નથી. સી.એ.એ તમામ કાયદાકીય રસ્તા બતાવ્યા છતાં હજી કોઈને લગ્નમાં જવા મંજૂરી મળી નથી. વારી ગ્રુપ પરની તપાસમા અધિકારીઓએ સોલાર પેનલના સોદાઓ અને તેમાથી મળેલા નફા બાબતની અને આયાત-નિકાસ બાબતના ડેટા ચકાસ્યા છે. અલબત્ત અધિકારીઓ હજી આ મામલે કોઇ ફોડ પાડી રહ્યા નથી. ચીખલી ઉપરાંત સાઉથ ગુજરાતમા જે જમીનો ખરીદવામા આવી છે તે મામલે સુરતના એક બિલ્ડર અને બ્રોકરને ત્યા પણ તપાસ શરૂ કરવામા આવી હતી. આ જમીનોના સાટાખત શોધવા માટે અધિકારીઓ મથી રહ્યા છે. બિલ્ડરનું આજે સ્ટેટમેન્ટ પણ લેવામા આવ્યુ હતુ. તપાસમાં મોબાઇલ ફોડ તોડી નંખાયો?
સુરતમાં જે ત્રણ જગ્યાએ દરોડા પડયા છે તેમાં એક જગ્યાએ તો મોબાઇલ ફોન તોડી નાંખવામા આવ્યો હોવાનું પણ જાણવા મળ્યુ છે. અધિકારીઓએ દરેક જગ્યાએ દરોડા દરમિયાન પહેલા મોબાઇલ જપ્ત કરવાની શરૂઆત કરી હતી કેમકે મળેલા ઇનપુટ મુજબ વોટસઅપમાં અનેક સોદાઓનો ખુલાસો હતો. પરંતુ એક વ્યકિતએ આઇટીની ટીમ આવતા જ મોબાઇલ તોડી નાંખ્યો હતો. આ અધિકારીઓએ એફએસએલની મદદથી આ મોબાઇલમાંથી વિગતો રિસ્ટોર કરવી રહ્યા છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *