વિઝાના બાબતે કરાયેલી ઠગાઈનો મામલો:વિઝા મેળવવા ખોટા લેટર આપનાર દંપતીમાં પત્નીની મુંબઇ એરપોર્ટ પરથી અટક, પતિ હજુ ફરાર

📅 Published: November 18, 2025 | 📂 Category: Uncategorized

નવસારીમાં વિદેશ જવા વિઝા મેળવી આપવાના બહાને 9 જેટલા લોકો સામે ઠગાઈ કરનાર દંપતી વિવેક નવનીત પટેલ અને નાવિકા વિવેક પટેલે લંડન જવા માટે આવેલ 9 લોકો પાસેથી નાણાં લઈ ખોટા વિઝા આપ્યા બદલ છેતરપિંડી કરતા ટાઉન પોલીસમાં છાપરા રોડની એક શિક્ષિકાએ દંપતી સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. આ દંપતી વિદેશ ફરાર થઈ ગયું હતું. પોલીસે રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી, જે પૈકી નાવિકા પટેલ મુંબઈ એરપોર્ટ ઉપર ઉતરતા જ પોલીસે અટક કરી હતી અને નવસારી ટાઉન પોલીસને સોંપી હતી. આરોપીને નવસારી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.સેન્ટ્રલ બજાર વિદ્યાકુંજ સ્કૂલની સામે ફ્લાઇંગ ડક ઓવરસીસ નામની વિદેશ જવા માટે વિવિધ કાર્યવાહી કરવા માટે ઓફિસ ચલાવતા વિવેક નવનીત પટેલ અને નાવિકા વિવેક પટેલે વિદેશ જનાર સાથે લંડન જવા માટે વાત કરી હતી. જેને લઇ તેમની પાસે અડધી રકમ લીધી હતી. ત્યારબાદ દંપતી દ્વારા 9 લોકોને વિઝા મેળવવા માટે ફોટા અને બનાવટી સ્પોન્સર લેટર એમ્બેસીમાં જમા કરાવ્યા હતા. જોકે, તપાસમાં તમામ લેટર ખોટા નીકળતા તેમને અમેરીકા એમ્બેસી દ્વારા 10 વર્ષ માટે બેન કરાયા હતા. તપાસ કરાવતા અન્ય મુબીન પઠાણ, અંક્તિ પટેલ, ધવલ રાણા, અક્ષય આહિર, રવિન્દ્ર સંધુ મોહમદ રંગરેજ, મિતેષ આહિર, રાહુલ ગોસ્વામી અને વૈશાલીબેન પાસે કુલ રૂ. 22.76 લાખ કઢાવ્યા હતા. તેઓએ પણ ફરિયાદ નોંધાવી હતી.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *