વિઝા કન્સલ્ટન્સીએ ખેડૂત સાથે છેતરપિંડી કરી:યુવકે ફ્રાન્સ અભ્યાસ માટે 8.53 લાખ આપ્યા, પરંતુ વિઝા રદ થતા એજન્ટે પૈસા પરત ન આપ્યા

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

ખેડામાં રહેતા ખેડૂતના ભત્રીજાને વિદેશમાં અભ્યાસ માટે એડમિશન અપાવવાનું કહીને વિઝા કન્સલ્ટન્સી દ્વારા 8 લાખ લેવામાં આવ્યા હતા. જો કે બાદમાં વિઝા રદ થતા કોલેજમાંથી એડમિશન પણ રદ થયું હતું. એડમિશન માટે ભરેલા ફીના 8.53 લાખ રૂપિયા પરત ન આપીને વિઝા એજન્ટે છેતરપિંડી કરી હતી.આ મામલે બોડકદેવ પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે. વિઝા કન્સલ્ટન્સીએ ખેડૂત સાથે છેતરપિંડી કરી
ખેડામાં રહેતા મહેશભાઈ પટેલે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેઓ ખેતીકામ કરે છે. તેમના ભત્રીજા સ્નેહલને અભ્યાસ માટે વિદેશ જવાનું હતું. જેથી તેમણે સાયન્સ સિટી રોડ પર આવેલી ઈગ્નિયોલ વિઝા કન્સલ્ટન્સીનો સંપર્ક કર્યો હતો. જેમણે એડમિશન માટે 30 હજાર નોન રિફન્ડેબલ ફી અને એડમિશનના 8.53 લાખ રૂપિયા ચૂકવવાનું કહ્યું હતું. જે પૈસા મહેશભાઈએ RTGS દ્વારા ટ્રાન્સફર કર્યા હતા.ઈગ્નિયોલ કંપનીની નીચે કામ કરતી LIGMR કંપની દ્વારા સ્નેહલના ઈ-મેઈલમાં ફી ભર્યાની પહોંચ મોકલી આપવામાં આવી હતી. ફી ભર્યાના થોડા સમયમાં સ્નેહલના વિઝા રદ થયા હતા.જેથી એડમિશન પણ રદ થયું હતું. વિઝા અને એડમિશન ફીના નામે 8.53 લાખની છેતરપિંડી
પોલિસી પ્રમાણે એડમિશન ફી 60 દિવસ સુધીમાં પરત આપવાની હોય છે. પરંતું મહેશભાઈને ફી પરત ન મળી. તેમણે જ્યારે કંપનીમાં સંપર્ક કર્યો ત્યારે તેમને જણાવ્યું હતું કે વિશાલ બ્રહ્મભટ્ટ કંપનીનો માલિક છે.જેથી મહેશભાઈએ વિશાલનો સંપર્ક કરતાં વિશાલનો ફોન અને ઓફિસ બંધ હતાં.આમ વિદેશના અભ્યાસ માટેના વિઝા અને એડમિશન ફીના નામે 8.53 લાખની છેતરપિંડી મામલે વિશાલ સામે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરુ કરી છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *