
India US Trade Deal: શું ભારત અમેરિકા વચ્ચે ગુંચવાયેલું ટ્રેડ ડીલનું કોકડું ઉકેલાશે કે પછી ટ્રમ્પ ટેરિફ ઝીંકશે? આ સવાલ હાલ દરેકને થઈ રહ્યો છે ત્યારે એક નવું આશાનું કિરણ જાગ્યું છે. ભારતના વિદેશ મંત્રી એસ જયંશંકરે અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો સાથે ટેલિફોનિક વાત કરી છે. વિદેશમંત્રી એસ જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતાં કહ્યું કે બંને નેતાઓ વચ્ચે પરમાણુ સહયોગ, સંરક્ષણ, ઉર્જા, વેપાર પર ચર્ચા થઈ, આ ઉપરાંત ઘણા મુદ્દાઓ પર સંપર્કમાં રહેવાની પણ સહમતી સધાઈ છે.
ટ્રેડ ડીલ પર કોઈ નિર્ણય નહીં
બંને નેતાઓ વચ્ચેની વાતચીત એવા સમયે થઈ જ્યારે ભારત અને અમેરિકા વચ્ચેના ટ્રેડ ડીલ (વેપાર કરાર) પર ઘણા સમય બાદ પણ કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.
