
Budget 2026-27 : કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે રજૂ કરેલા વર્ષ 2026-27ના બજેટમાં વિદેશ ફરવાના શોખીનો, વિદેશ જવા ઈચ્છુક વિદ્યાર્થીઓ અને દર્દીની સારવાર માટે વિદેશ મોકલાતા નાણાંને લઈને મહત્ત્વની જાહેરાત કરી છે. તેમણે ‘લિબરાઈજ્ડ રેમિટન્સ સ્કીમ’ (LRS) હેઠળ અભ્યાસ અને મેડિકલ માટે વિદેશ મોકલાતા નાણાં (રેમિટન્સ) તેમજ વિદેશના ટુર પેકેજના વેચાણ પર સ્રોત પરનો ટેક્સ ઘટાડીને બે ટકા કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

વિદ્યાર્થી અને દર્દીઓને મોકલાતા નાણાં પર TCS ઘટાડાયો
નાણાંમંત્રીએ LRS હેઠળ એજ્યુકેશન અને મેડિકલ હેતુ હેઠળના ‘સ્ત્રોત પર એકત્રિત કરાયેલ ટેક્સ’ (TCS) દરને પાંચ ટકાથી ઘટાડીને બે ટકા કરવાની જાહેરાત કરી છે.
