ગુજરાતને વૈશ્વિક રોકાણ, બિઝનેસ અને પ્રવાસન માટે વધુ આકર્ષક બનાવવા રાજ્ય સરકાર દારૂ પરમિટ સંબંધિત મહત્વના નિર્ણયો લઈ શકે છે. GIFT સિટીમાં વિદેશી મહેમાનો અને બિઝનેસ ડેલિગેટ્સને લીકર પરમિટ મળ્યા બાદ સરકાર હવે સુરત ડાયમંડ બુર્સ, સ્ટેચ્યુ ઑફ યુનિટી અને કચ્છના રણોત્સવમાં પણ નિયંત્રિત પરમિટ મળવાની સુવિધા શરૂ કરવાની તૈયારી કરી રહી છે. સાથે-સાથે સરકાર દ્વારા તૈયાર કરાયેલી લીકર પરમિટની મોબાઇલ એપ્લિકેશનનું ટ્રાયલ પૂર્ણ થઈ ચૂક્યું છે અને હવે એપ ટૂંક સમયમાં લોન્ચ થઈ જશે. જે પછી સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઇન થઈ જશે. સરકાર હવે ત્રણ સ્થળે નિયંત્રિત છૂટછાટ આપવા વિચારી રહી છે
GIFT Cityમાં Wine Dine ઝોન અને FL-III લાઇસન્સ ધરાવતા હોટલ/ક્લબોમાં દારૂ પીવાની પરવાનગી અપાતા રાજ્ય સરકારને ₹94 લાખથી વધુની આવક થઈ. ગીફ્ટ સિટી બાદ સરકાર હવે ત્રણ સ્થળે નિયંત્રિત છૂટછાટ આપવા વિચારી રહી છે. સુરત ડાયમંડ બુર્સ વિશ્વનો સૌથી મોટો ડાયમંડ ટ્રેડિંગ હબ બન્યો છે. દુનિયાભરના વેપારીઓ, રોકાણકારો અને ટ્રેડર્સ અહીં સતત મુલાકાત લે છે. આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ મુજબની સુવિધાઓ આપતી વખતે “કન્ટ્રોલ્ડ લીકર પરમીટ” એક મહત્વનો ભાગ બની શકે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની સંખ્યા સતત વધી રહી છે
વિશ્વનું સૌથી ઊંચું સ્ટેચ્યું બન્યા બાદ SOU પર વર્ષ દરમિયાન લાખો પ્રવાસીઓ આવે છે જેમાં વિદેશીઓનું પ્રમાણ પણ વધતું રહ્યું છે. વિદેશી પ્રવાસીઓને તેમની જરૂરિયાત મુજબ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાથી તેઓનું સ્ટે લાંબું રહે છે, જેનાથી સ્થાનિક હોટલ, રેસ્ટોરન્ટ, વાહન વ્યવહાર અને રાજ્યના અર્થતંત્રને સીધો ફાયદો થઈ શકે છે. રણોત્સવ દર વર્ષે હજારો વિદેશી મહેમાનોને આકર્ષે છે
વિદેશી પ્રવાસીઓ અહીં કેટલાંક દિવસો રોકાય છે અને તેઓ માટે ફૂડ–હોસ્પિટાલિટી સુવિધાઓ સાથે “લિમિટેડ લીકર પરમીટ”નો નિર્ણય પ્રવાસન ક્ષેત્રને વધારવા લઈ શકાય છે. સરકારે લીકર પરમીટ માટેની ઑનલાઇન મોબાઇલ એપનું ટ્રાયલ પૂર્ણ કરી દીધું છે, એપ ટૂંક સમયમાં લોન્ચ થશે. પ્રાથમિક તબક્કામાં ગીફ્ટ સિટી, ત્યારબાદ SOU–સુરત–રણોત્સવ જેવા સ્થળો માટે એપ દ્વારા ટૂરિસ્ટ પરમીટ આપવામાં આવી શકે છે. ગુજરાતમાં દારૂ પ્રતિબંધ યથાવત રહેશે પરંતુ આંતરરાષ્ટ્રીય પ્રવાસન અને બિઝનેસ સ્ટાન્ડર્ડને ધ્યાનમાં રાખીને સીમિત અને નિયંત્રિત પરમીટ ઝોન બનાવવાની ચર્ચા સરકારનું આગામી પ્રવાસન વિઝન બની શકે છે.
વિદેશી પ્રવાસીઓને આકર્ષવા રાજ્ય સરકાર મોટો નિર્ણય લઈ શકે છે:GIFT સિટી પછી સુરત ડાયમંડ બુર્સ, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને રણોત્સવમાં પણ મળશે લીકર પરમિટ, પ્રવાસન ઉદ્યોગને થઈ શકે ફાયદો
📅 Published: November 17, 2025 |
📂 Category: Uncategorized
