વિદેશ મોકલવાના નામે છેતરપિંડી:સિંગાપોરના વર્ક પરમિટ વિઝા બનાવી આપવાના બહાને વલસાડની યુવતી સાથે વડોદરાના વિઝા કન્સલ્ટન્ટે રૂ.8.25 લાખ રૂપિયાની ઠગાઇ કરી

📅 Published: November 20, 2025 | 📂 Category: Uncategorized

વલસાડની યુવતીને સિંગાપોરના વર્ક પરમિટ વિઝા બનાવી આપવાનું કહીને વડોદરામાં ઓફિસ ધરાવતા એજન્ટ રૂ. 9.80 લાખ પડાવી લીધા હતા. પરંતુ કોઇ વિઝા બનાવી નહી આપતા તેની પાસે રૂપિયાની માગણી કરતા માત્ર રૂ.1.55 લાખ પરત આપ્યા હતા. જ્યારે બાકીના રૂ. 8.25 લાખ આજ દીન સુધી પરત નહી આપતા તેના વિરુદ્ધ ઠગાઇની ફરિયાદ નોધાવવામાં આવી છે. વલસાડના જેસપોર ગામે રહેતા જીનલબેન ગણપતભાઈ પટેલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે, વર્ષ 2024મા મારે સિંગાપોર ખાતે નોકરી અર્થે જવું હોય તેની વાત મે મારા બોસ હસમુખ જીવરાજભાઈ વોરાને કરી હતી. ત્યારે તેઓને જાણવા મળ્યું હતુ કે, વડોદરાના માંજલપુર ખાતે ઓફિસ ધરાવતો મિલીન પટેલ વિદેશ જવાના વિઝાનુ કામ કરે છે. જેની જાણ મારા બોસ હસમુખભાઇએ મને કરી હતી. હું, મારા બોસ હસમુખભાઈ વોરા, ખુશ્બુબેન ગીરીશભાઈ પટેલ તથા તેમના પતિ હિતેશભાઈ નાઇક માંજલપુર વિસ્તારમાં આવેલા શ્લોક કોમ્પલેક્ષની શિવાય ઓવરસિસના માલિક મિલીનકુમાર ઇન્દ્રવદન પટેલ મળ્યાં હતા અને અમારે સિંગાપુરના વર્ક પરમીટ વિઝા કઢાવી આપવા બાબતે વાત કરી હતી, ત્યારે મારા અને ખુશ્બુબેનના વિઝાના એક જણના રૂ.5.50 લાખ લેખે રૂ.11 લાખ થશે તેમ કહ્યું હતું. જેમાં હિતેશભાઈ રણજીતભાઈ નાઇક વિઝા ફ્રીમાં થઈ જશે અને તેમને રૂ.50 હજાર જ આપવા પડશે અને પૈસા આપ્યા બાદ તમારું કામ એક અઠવાડીયામાં પુરૂ કરી આપવાનો વાયદો કર્યો હતો. જેથી અમે તેની વોતમાં આવી ગયા હતા અને રૂ. 1.95 લાખ મિલીન પટેલને ઓનલાઇન મોકલ્યાં હતા. ત્યારબાદ મિલીન પટેલે સિંગાપોરના વર્ક પરમીટ વિઝાનું કામ એક અઠવાડીયામાં કરી આપીશ તેમ જણાવ્યું હોવા છતા કામ કરી આપ્યું ન હતું. જેથી આ બાબતે વાત કરતા મિલીન પટેલ તમારા બાકીના રૂપિયા મોકલી આપો તો હું તમારું કામ પતાવી આપુ તેમ જણાવતા હસમુખભાઇ વોરાએ મિલીનકુમાર ઇન્દ્રવદનભાઈ પટેલને રૂ. 9.80 લાખ ચુકવી દીધા હતા હોવા છતાં તેણે કોઇ વિઝા બનાવી આપ્યા ન હતા. જેથી તેની પાસે રૂપિયા પરત માગતા તેણે માત્ર રૂ.1.55 લાખ પરત આપ્યાં હતા. જ્યારે બાકીના રૂ.8.25 લાખ મને પરત આપ્યા નથી અને સિંગાપોરના વિઝા પણ નહી બનાવી આપી મારી સાથે છેતરપીંડી આચરી છે. જેથી માંજલપુર પોલીસે મિલીન પટેલ વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *