અમદાવાદ, રવિવાર
અમદાવાદનો યુવક લંડનમાં ભણતો હતો ત્યારે વડોદરાથી આવેલા યુવક અને યુવતીએ વર્ક પરમીટ-વિઝા એક્સટેન્ડ કરાવી આપવાનું કહીને ૬.૫૦ લાખ રૃપિયા પડાવ્યાં હતાં. પૈસા લઈને આ યુગલ ભાગીને ભારત આવ્યું હતું. અમદાવાદના યુવક સાથે છેતરપિંડીની ઘટનામાં આખરે સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ છે. છેતરપિંડી આચરવાના કેસમાં વડોદરાના ટેટૂ આર્ટિસ્ટ મિતુલને પોલીસે ઝડપી લીધો છે. આરોપીએ આપેલી કેફીયત મુજબ તેની સાથે રહેલી યુવતીએ પહેલાં લગ્નમાંથી છૂટાછેડા બાદ લગ્ન કર્યા હતા.
