
– એક પુલ તો તણખલાંની જેમ તણાઈ ગયો
– સત્તાવાર મૃત્યુઆંક 41નો જણાવે છે, પરંતુ અનેક તણાઈ ગયાં હોવાની પૂરેપૂરી શક્યતા : લોકપ્રિય ટુરિસ્ટ સ્થળો જળમગ્ન બની રહ્યાં
નવીદિલ્હી : દક્ષિણ-પૂર્વ એશિયાનાં રાષ્ટ્ર વિયેતનામમાં છેલ્લાં છ દિવસથી ચાલી રહેલી અનરાધાર વર્ષાએ ભારે તબાહી મચાવી દીધી છે. મહાનદી પેકૉંગ અને તેથી તમામ ચાખા નદીઓ અને અન્ય નદીઓમાં પ્રચંડ પૂરો આવ્યાં છે. વિયેતનામના મધ્યભાગમાં આવેલા જિયાલાઈ અને ડાકલાક પ્રાંતો તો લગભગ પૂર્ણત: જળબંબાકાર બની ગયા છે. ઘરોમાં પાણી ઘૂસી ગયાં છે.
