વિરેન પટેલ સામે જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ

📅 Published: January 13, 2026 | 📂 Category: Uncategorized

અમદાવાદ,સોમવાર

ગુજરાતમાં ચાઇનીઝ દોરીનું સૌથી મોટુ કૌભાંડ ચલાવનાર વિરેન પટેલની ધરપકડ બાદ અનેક મોટા ખુલાસા થઇ રહ્યા છે. ત્યારે હજારો પક્ષીઓ અને નિર્દોષ લોકોના જીવને જોખમ ઉભુ કરનાર વિરેન પટેલ વિરૂદ્ધ જીવદયા પ્રેમીઓમાં ભારે  રોષની લાગણી જોવા મળી રહી છે. ત્યારે પોલીસે પણ વિરેન પટેલ વિરૂદ્ધ ગાળિયો મજબુત કરવા માટે સમગ્ર ગુજરાતના વિવિધ શહેરોમાં તેના એજન્ટો વિરૂદ્ધના ગુનાઓમાં વિરેન પટેલને મુખ્ય આરોપી બનાવીને કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે.

સેલવાસમાં આવેલી ફેક્ટરીમાં ગેરકાયદે હજારોની સંખ્યામાં ચાઇનીઝ દોરી તૈયાર કરીને સમગ્ર ગુજરાતમાં ચાઇનીઝ દોરીનું અત્યાર સુધીનું સૌથી મોટુ નેટવર્ક તૈયાર કરનાર વિરેન પટેલની ધરપકડ બાદ ચાઇનીઝ દોરીના કારોબારમાં સકળાયેલા  અને વિવિધ શહેરોમાં ફેલાયેલા ૧૦૦થી વધુ એજન્ટોની યાદી પણ મળી છે.  પોલીસને તમામ એજન્ટો અંગે મહત્વના પુરાવા પણ મળ્યા છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *