વૃદ્ધને માર માર્યો:મોખાણાના વૃદ્ધને ટ્રકનો વિડીયો ઉતારવાના વહેમે માર મરાયો

📅 Published: November 18, 2025 | 📂 Category: Uncategorized

કનૈયાબેમાં મોખાણા ગામના વૃદ્ધને હથોડીથી માર માર્યો હતો.જ્યારે માંડવી તાલુકાના જામથડા ગામની સીમમાં જાતી અપમાનિત કરી માર મારનાર બે આરોપી સામે ગુનો નોધાયો છે. પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી ત્રિકમભાઈ હધુભાઈ ખીમાભાઈ ઢીલાએ પદ્ધર પોલીસ મથકે મોખાણા ગામના આરોપી ભરત વેલજી અરજણ ઢીલા વિરુદ્ધ ગુનો નોધાવ્યો છે.ફરિયાદીના જણાવ્યા મુજબ બનાવ 14 નવેમ્બરના સવારે દસ વાગ્યાના અરસામાં બન્યો હતો. ફરિયાદી ભુજ જવા માટે કનૈયાબે ગામના બસ સ્ટેન્ડ પર ઉભા હતા અને ફોનમાં વાત કરતા હતા.એ દરમિયાન આરોપી પોતાની ટ્રક લઈને ત્યાંથી નીકળ્યો હતો. ત્યારે ફરિયાદી પોતાની ટ્રકનો વિડીયો ઉતારતા હોવાનું વહેમ રાખી ભૂંડી ગાળો બોલી અહ્તી અને હાથથી માર માર્યા બાદ ટ્રકમાંથી હથોડી લઇ આવી ફરિયાદીને પીઠના ભાગે ઈજા પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જયારે બીજી તરફ જામથડાના ફરિયાદી કિશનભાઈ અશોકભાઈ સંજોટે ગઢશીશા પોલીસ મથકે આરોપી કપિલ પરેશદાન ગઢવી અને લખાણ પરેશદાન ગઢવી વિરુદ્ધ ગુનો નોધાવ્યો છે.ફરિયાદીના જણાવ્યા મુજબ બનાવ સોમવારે દસ વાગ્યાના અરસામાં બન્યો હતો. જેમાં મુરીબેન ધોળુના ખેતરમાં ચાલતા એનટીપીસી કંપનીની પવનચક્કીના કામ માટે ગૌચર જમીનમાંથી પસાર થતા રસ્તા મામલે ગ્રામ પંચાયતની મંજુરી લીધેલી ન હતી.જેથી ફરિયાદી કામ રોકાવવા માટે ગયા હતા.એ દરમિયાન આરોપીઓએ ફરિયાદી અને સાહેદોને માર મારી જાતી અપમાનિત કર્યા હતા.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *