Donald trump and Veneauela Oil News : ટ્રમ્પ સરકારે વેનેઝુએલાના સૌથી મૂલ્યવાન સંસાધના ઓઈલ પર નિયંત્રણ મેળવવા માટે એક મોટી અને સ્પષ્ટ રણનીતિની જાહેરાત કરી છે. અમેરિકાના ઉર્જા સચિવ ક્રિસ રાઈટે જણાવ્યું હતું કે, અમેરિકા હવે વેનેઝુએલાના ઓઈલના ભવિષ્યના તમામ વેચાણને નિયંત્રિત કરશે અને તેમાંથી થતી આવકનો હિસાબ પણ અમેરિકા જ રાખશે. આ યોજના એવા સમયે આવી છે જ્યારે ટ્રમ્પ સરકાર અમેરિકાની ઉર્જા કંપનીઓને વેનેઝુએલાના નષ્ટ થઇ રહેલા ઓઈલના માળખાને પુનઃજીવત કરવા અને તેના ઘટતા ઉત્પાદનને પુનર્જીવિત કરવા માટે પ્રોત્સાહિત કરી રહી છે.
શું છે અમેરિકાની સંપૂર્ણ યોજના?
મિયામીમાં એક કોન્ફરન્સને સંબોધતા ઉર્જા સચિવ ક્રિસ રાઈટે જણાવ્યું હતું કે શરૂઆતમાં, વેનેઝુએલાના સ્ટોરેજમાં રાખવામાં આવેલ ક્રૂડ ઓઈલનું વેચાણ કરવામાં આવશે.
