
Crown Prince Reza Pahlavi On Iran Supreme Leader Ali Hosseini Khamenei : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ઈશારા પર વેનેઝુએલાના રાષ્ટ્રપ્રમુખ નિકોલસ માદુરોની ધરપકડ કરવામાં આવ્યા બાદ ઈરાન, ક્યુબા, ગ્રીનલેન્ડ સહિતના દેશો પર કાર્યવાહીનું સંકટ તોળાઈ રહ્યું છે. એકતરફ ઈરાનમાં ભયંકર વિરોધ ચાલી રહ્યો છે, જેના કારણે સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈએ દેશ છોડવાની યોજના પણ ઘડી કાઢી છે, ત્યારે આ સંકટ વચ્ચે ઈરાનમાંથી દેશનિકાલ કરાયેલા ક્રાઉન પ્રિન્સ રજા પહલવીએ ખામેનેઈના સંકટમાં વધારો કર્યો છે. દેશમાં વ્યાપક વિરોધ પ્રદર્શન વચ્ચે પ્રિન્સે વર્તમાન સ્થિતિને ખામેનેઈના શાસનનો અંત લાવવાની તક ગણાવી છે.
ઈરાનની પ્રજા શાસન ઉથલાવવામાં સક્ષમ : રજા પહલવી
અમેરિકન અખબાર ધ વૉલ સ્ટ્રીટ જનરલ સાથેની વાતચીતમાં પ્રિન્સે કહ્યું કે, ‘ઈરાનની વર્તમાન ધર્મતાંત્રિક વ્યવસ્થાને ખતમ કરવા માટે અમેરિકાએ સૈન્યને હસ્તક્ષેપ કરવાની અથવા સ્પેશિયલ ઓપરેશન કરવાની જરૂર નથી, કારણ કે, ઈરાનની પ્રજા જાતે જ શાસન ઉથલાવી શકે છે.
