વેરાવળમાં SMCનો દરોડો, 50 લાખનો દારૂ ઝડપાયો:ટેન્કરમાં છુપાવેલો વિદેશી દારૂનો જથ્થો કબજે કરાયો

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

વેરાવળ શહેરમાં વહેલી સવારે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી. ચોક્કસ બાતમીના આધારે હુડકો સોસાયટી નજીક સવારે લગભગ 5 વાગ્યે દરોડો પાડીને પોલીસે 50 લાખ રૂપિયાથી વધુનો વિદેશી દારૂ ભરેલું ટેન્કર ઝડપી પાડ્યું હતું. દરોડા દરમિયાન, ટેન્કરમાં ખાસ બનાવેલા ‘ચોરખાના’માંથી 470થી વધુ વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી. પોલીસે કુખ્યાત બુટલેગર રેનીશ કાપડિયાની ધરપકડ કરીને વધુ પૂછપરછ શરૂ કરી છે. ટેન્કર ઉપરાંત, એક સ્કોર્પિયો કાર અને એક બોલેરો સહિત કુલ 85 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ SMC દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે. આ પ્રકરણમાં વધુ સંડોવાયેલા તત્વો સુધી પહોંચવા માટે SMC દ્વારા તપાસ અને કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *