
મુંબઈ : અમેરિકામાં ડોલરમાં મજબૂતાઈ તથા ઊંચા ફુગાવાને પરિણામે વ્યાજ દરમાં ઘટાડાની ઘટી રહેલી શકયતાને પરિણામે સોનાના વૈશ્વિક ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. મંગળવારે વૈશ્વિક સોનાએ ઈન્ટ્રાડેમાં ૪૦૦૦ ડોલરની સપાટી ગુમાવી હતી અને નીચામાં ૩૯૯૮.૦૮ ડોલર ભાવ જોવા મળ્યો હતો.
જો કે નીચા મથાળે ફન્ડ હાઉસોની લેવાલી નીકળતા ભાવ ફરી ઊંચકાયા હતા. સોના પાછળ ચાંદીમાં પણ ભાવ ૫૦ ડોલરની નીચે જોવા મળ્યા હતા.
