
એસઆઈઆર (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) પ્રક્રિયામાં સાચા મતદારોના નામ કમી કરવાનું ષડયંત્ર રચાયું હોવાના આક્ષેપ સાથે આજે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું तु.
શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સયાજીનગર ગૃહથી કલેક્ટર કચેરી સુધી રેલી સ્વરૂપે આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. જોકે, રેલી શરૂ થાય તે પહેલાં જ પોલીસે કાર્યવાહી કરી આશરે ૪૦ જેટલા કોંગ્રેસના આગેવાનો, કાર્યકરોની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી.
અટકાયત દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ હાય રે ભાજપ હાય હાય, વોટ ચોરી બંધ કરો જેવા નારા લગાવ્યા હતા.
