વડોદરાઃ જેતલપુર રોડની વોર્ડ વિઝાર્ડ મેડિકેર સાથે ૨૮.૪૭ કરોડની ઠગાઇ કરવાના ગુનામાં સંડોવાયેલા સીઇઓ ડો.સંતોષ ગઢવી ફરાર થઇ ગયો હોવાની વિગતો પ્રાપ્ત થઇ છે.તેની સાથે કૌભાંડમાં અન્ય લોકો પણ સામેલ હોવાનું પોલીસ માની રહી છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે,હોસ્પિટલના સાધનો અને હાઉસ કીપિંગ સર્વિસ સહિતના કોન્ટ્રાક્ટમાં સીઇઓ ડો.સંતોષ હરીભાઇ ગઢવી સામે ગુનો નોંધાયા બાદ તેને શોધવા આજે ટીમોએ ભાયલી ખાતે દર્શનમ બંગ્લોઝ અને આણંદના ફાર્મ હાઉસમાં તપાસ કરી હતી.
