
બળજબરીથી ફલેટનું સાટાખત પણ કરાવી લીધું
સમાધાન શક્ય નહીં બનતાં ગેરેજ સંચાલક સહિત કુલ સાત શખ્સો સામે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ
રાજકોટ: બેડી ચોકડી નજીક સેટેલાઇટ ચોક પાસે આરાધના એપાર્ટમેન્ટમાં રહેતા અને મજૂરી કરતાં ધર્મેશભાઈ પ્રકાશભાઈ સિધ્ધપુરા (ઉ.વ.૨૮)ને વ્યાજે આપેલા પૈસાની પઠાણી ઉઘરાણી કરી સાતેક આરોપીઓએ મારકૂટ કરી, ગોંધી રાખી, હથિયાર બતાવી ધમકી આપ્યાની અને બળજબરીથી ફલેટના સાટાખત કરાવી લીધાની ફરિયાદ રાજકોટ તાલુકા પોલીસમાં નોંધાઇ છે. જેના આધારે પોલીસે તપાસ આગળ ધપાવી છે.
