શહેરના પૂર્વ વિસ્તારમાં બેના મોત:લગ્નની ખરીદી કરીને આવતા પિતરાઈ ભાઈઓનો અકસ્માત, એકનું મોત; રામોલમાં ટ્રકની અડફેટે વૃદ્ધાનું મોત

📅 Published: November 18, 2025 | 📂 Category: Uncategorized

શહેરના પૂર્વ વિસ્તારમાં બે અકસ્માતમાં બે વ્યક્તિનાં મોત નિપજ્યા છે અને એક વ્યક્તિને ઇજા થઇ છે. બે પિતરાઈ ભાઈ લગ્નની ખરીદી કરી પરત આવતા હતા, ત્યારે અસલાલી નજીક એકટીવા સ્લીપ થતા મિક્સર ટ્રકનું ટાયર એક યુવક પર ફરી મળતા સારવાર દરમિયાન મુરત થયું હતું. જ્યારે રામોલમાં વૃદ્ધાનુ ટ્રકની અડફેટે મૃત્યુ થતાં ટ્રાફિક પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. એક્ટિવા પરથી કાબૂ ગુમાવતા બંને રોડ પર પટકાયા હતા
અંગેની વિગત એવી છે કે, સાણંદમાં રહેતા રામજી રબારી અને પિતરાઇ ભાઇ સુજલ રબારીના લગ્ન હોવાથી તે બંને ગત તા. 9 નવેમ્બરે એક્ટિવા લઇને ખરીદી કરવા નિકોલ ગયા હતા. ખરીદી કરીને બંને પરત સાણંદ જતા હતા, ત્યારે સુજલ એક્ટિવા ચલાવતો હતો. બંને અસલાલી ગાય સર્કલ પાસે પહોંચ્યા ત્યારે સુજલે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બંને રોડ પર પટકાયા હતા. આ દરમિયાન પાછળથી પૂરઝડપે આવી રહેલા મિક્સર ટ્રકનું ટાયર સુજલ પર ફરી વળતા ગંભીર ઇજાઓ થતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન સુજલનું મોત નિપજ્યુ હતું. કે ડિવિઝન ટ્રાફિક પોલીસે મિક્સર ટ્રકચાલક સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. રામોલમાં ટ્રકની અડફેટે વૃદ્ધાનું મોત
જ્યારે રામોલમ વિસ્તારમાં રહેતા 65 વર્ષીય બેબીબેન વાદી 17મી નવેમ્બરએ કામ અર્થે બહાર ગયા હતા. રાજીવનગર ટેકરાની સામે રિંગ રોડ ક્રોસ કરતા હતા, ત્યારે પૂરઝડપે આવેલા ટ્રકચાલકે ટક્કર મારીને અડફેટે લેતા બેબીબેનને ગંભીર ઇજાઓ પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ હતું. આઇ ડિવિઝન ટ્રાફિક પોલીસે ટ્રકચાલક સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *