શહેરના વિવિધ વિસ્તારોમાં કોમ્બિંગ કરાયું:રાજ્ય પોલીસ વડાના આદેશ બાદ વડોદરા શહેર અને જિલ્લામાં અગાઉ રાષ્ટ્ર વિરોધી પ્રવૃતિમાં ઝડપાયેલા આરોપીઓની માહિતી એકત્ર કરવાની કામગીરી શરૂ કરાઈ

📅 Published: November 18, 2025 | 📂 Category: Uncategorized

તાજેતરમાં ડીજીપી દ્વારા છેલ્લા 30 વર્ષમાં ઝડપાયા હોય તેવા રાષ્ટ્ર વિરોધ પ્રવૃતિ સાથે સંકળાયેલા આરોપીઓની ડોઝિટર કરવા માટે 100 કલાકનું અલ્ટીમેટમ અપાયુ હતું. જેના પગલે CP અને SP દ્વારા ડીસીપી તથા ડીવાયએસપીના આરોપીઓની માહિતી એકત્ર કરવા સાથે આરોપી અગાઉ ક્યારે ક્યાથી ઝડપાયો હતો અને હાલમાં કઇ પ્રવૃતિ કરી રહ્યો છે. તેની વિગતો એકત્ર કરાઇ રહી છે. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા તાજેતરમા રાષ્ટ્ર વિરોધી પ્રવૃતિમાં અગાઉ ઝડપાયા હોય તેવા રીઢા આરોપીઓની ડોઝિયરી તૈયાર કરવા માટે તમામ પોલીસ કમિશનર તથા સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસને આદેશ જારી કર્યાં હતા. આ ઉપરાંત 100 કલાકમાં આરોપીઓની ડોઝિયરી તૈયા કરવા માટેનું અલ્ટી મેટમ આપ્યું હતુ. જેના પગલે પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર દ્વારા તાત્કાલિક વડોદરા શહેરના 4 ઝોનમાં આવતા ડીસીપીને છેલ્લા 30 વર્ષમાં રાષ્ટ્ર વિરોધી ઝડપાયા હોય તેવા આરોપીઓ અગાઉ ક્યારે કયાથી કયા પ્રકારના ગુનામાં કેટલીવાર ઝડપાયાં હતા, તેની માહિતી એકત્ર કરવાની સુચના આપી હતી. જેના પગલે એલસીબી ટીમ દ્વારા અલગ અલગ ઝોનમાં ચેકિંગ કરવાની કામગીરી શરૂ કરૂ છે. આ ઉપરાંત ડીસીપી ઝોન -1 જગદીશ ચાવડા અને ડીસીપી ઝોન -2 મંજીતા વણઝારા દ્વારા તેમના ઝોન વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત સાથે કોમ્બિંગ હાથ ધર્યુ હતું. જેમા તેમના વિસ્તારમાં કેટલાક ગુનાઇત ભુતકાળ ધરાવતા આરોપીઓ છે વસવાટ કરી છે તેની ચકાસણી કરવામાં આવી છે. ત્યારે અન્ય ઝોનના ડીસીપી દ્વારા પણ પોતાના ઝોન વિસ્તારમાં કોમ્બિંગ કરવાની કામગીરી શરૂ કરી દીધુ હોવાનું પણ જાણા મળી રહ્યું છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *