ભુજ શહેર અને તાલુકાના બન્ની વિસ્તારના ગામડાઓને કુકમા સમ્પેથી નર્મદાના પાણી પહોંચતા કરાય છે. પરંતુ, અંજારમાં અવારનવાર એક બે કલાકનું સટડાઉન થાય છે, જેથી નર્મદાના પાણીના વહેણમાં રૂકાવટ આવે છે. પરિણામે શહેરની બે-ત્રણ વસાહતોમાં વિતરણ ઠેલવાની નોબત આવે છે. ભુજ શહેરની જુદી જુદી વસાહતોમાં ઘરોઘર નર્મદાના પેયજળ પહોંચતા કરવા ઉનાળામાં 45 એમ.એલ.ડી. પાણી પણ ઓછું પડતું હોય છે. જોકે, શિયાળામાં 38 એમ.એલ.ડી.થી ચલાવી શકાય છે. પરંતુ, જરૂરિયાત ઘટવા સાથે અંજારમાં પી.જી.વી.સી.એલ. દ્વારા મરંમત માટે અવારનવાર એકાદ કલાક સુધી વીજ પ્રવાહ બંધ કરી દેવાય છે, જેથી કુકમા સમ્પે પાણી પહોંચતા નથી. કુકમા સમ્પેથી બન્ની વિસ્તારના ગામડાઓ અને ભુજ શહેરને પાણી પહોંચતું નથી. જેને કારણે એકાંતરે, બેકાંતરે કે ત્રણ દિવસના અંતરે પાણી પહોંચાડવાની વ્યવસ્થા ખોરંભે ચડી જાય છે. વોટર સપ્લાય બ્રાન્ચના ઈજનેર શિવમ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, 1 એલ.એમ.ડી.એ એટલે અંદાજે 12 લાખ લિટરની આજુબાજુ થાય. વોટર સપ્લાય સમિતિના ચેરમેન સંજય ઠક્કરે જણાવ્યું હતું કે, પી.જી.વી.સી.એલ. પણ હકારાત્મ વલણ અપનાવીને શિયાળામાં સટ ડાઉન રાખે છે. તે પણ અડધાથી એકાદ કલાક સુધી વીજ પ્રવાહ બંધ હોય છે.
શહેરની 2-3 ત્રણ વસાહતોનું વિતરણ ઠેલવાની નોબત:પીજીવીસીએલના વાંકે અંજારથી નર્મદાના નીરના વહેણમાં એક કલાકની રૂકાવટ
📅 Published: November 20, 2025 |
📂 Category: Uncategorized
