
– જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ વહિવટી સ્ટાફની અછત
– ડીડીઓ હસ્તક એજન્સીની નિમણૂક સહિતની કામગીરી કરાઇ હોવા છતાં કરાર આધારીત ભરતી કરવામાં પણ રાહ જોવાય છે
ભાવનગર : પ્રાથમિક શાળાની વહિવટી કામગીરી માટે હાલ મોટાભાગની જગ્યા ખાલી રહી છે. ત્યારે સરળતા માટે નિયામક દ્વારા પરિપત્ર કરી શાળા સહાયક કરાર આધારીત એજન્સી મારફત ભરવાનો આદેશ કરાયો હતો જેને છ માસ થવા છતાં આ પ્રક્રિયા નહી થતા વ્યાપક રોષની લાગણી ફેલાવા પામી છે.
ભાવનગર જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાની શૈક્ષણિક ગુણવત્તા વધારવા શિક્ષકોની ભરતી તબક્કાવાર હાથ ધરાય છે.
