શિક્ષકોને લાભ થશે:194 શિક્ષકો,39 સેવકો અને 26 કલાર્ક સહિત 259 નો જૂની પેન્શન યોજનામાં સમાવેશ

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

રાજ્ય સરકાર દ્વારા નવી પેન્શન યોજનામાંથી જૂની પેન્શન યોજનામાં પરિવર્તન સંબંધિત મહત્ત્વપૂર્ણ ચુકાદા બાદ બનાસકાંઠા જિલ્લાના શિક્ષણ ક્ષેત્રમાં ખુશીની લહેર ફેલાઈ છે. 01/04/2005 પહેલાં માન્ય ભરતી પ્રક્રિયા પૂર્ણ થયેલા 194 શિક્ષકો, 39 પટાવાળા, 26 કલાર્ક સહિત કુલ 259 કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના બિન-સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના 259 શિક્ષક તથા કર્મચારીઓને નવી પેન્શન યોજનામાંથી જૂની પેન્શન યોજનામાં સામેલ કરવાનો કચેરી આદેશ જારી થયો છે. નાણા વિભાગે 01/04/2005 પહેલાં ભરતી બોર્ડની સ્પર્ધાત્મક પરીક્ષા અથવા રાજ્યની ફિક્સ પગાર નીતિ હેઠળ માન્ય ભરતી પ્રક્રિયા પૂર્ણ કરનારોને જૂની પેન્શન યોજનાનો લાભ આપવાનો પ્રાવધાન કર્યો છે. જિલ્લા શિક્ષણાધિકારીએ શિક્ષણ વિભાગના સૂચન અનુસાર કર્મચારીઓના તમામ આધાર પુરાવા મેળવી દરખાસ્ત રાજ્ય કચેરીને મોકલી હતી. તપાસમાં 255 કર્મચારીઓ યાદી ‘અ’ તથા 4 યાદી ‘બ’ મુજબ પાત્ર ઠર્યા હતા. આદેશ મુજબ પાત્ર કર્મચારીઓને તેમની જોડાણ તારીખથી જૂની પેન્શન યોજનાનો લાભ મળશે તથા સેવાપોથીમાં નોંધ કરવાની રહેશે. હાલ સેવા આપતા કર્મચારીઓના GPF ખાતા ખોલાવવાની કામગીરી પણ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા હાથ ધરાશે.તેમ સુત્રોએ જણાવ્યું હતુ.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *