શિયાળામાં પશુ પક્ષીઓને ઠંડીથી રક્ષણ:કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાં વાઘ, સિંહ, દીપડાના પિંજરાની બહાર હીટર મૂકવામાં આવ્યા, સાપ પાસે બલ્બ મુક્યા

📅 Published: November 18, 2025 | 📂 Category: Uncategorized

શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે ધીમે ધીમે ઠંડી માં વધારો થઈ રહ્યો છે ત્યારે પ્રાણીઓને ઠંડીમાંથી રક્ષણ મળે તેના માટે અમદાવાદના કાંકરિયા પ્રાણીસંગ્રહાલય દ્વારા પ્રાણીઓ- પક્ષીઓ માટે હીટર- બલ્બ સહિતની સુવિધાઓ કરવામાં આવી છે. શહેરના કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાં વાઘ સિંહ દીપડા સહિતના પ્રાણીઓના પીંજરાની બહાર હીટર મૂકવામાં આવ્યા છે જેના કારણે પ્રાણીઓને ઠંડીથી રાહત મળે છે. શિયાળામાં પ્રાણીઓને ખોરાકની વધારે જરૂરિયાત પડતી હોવાને કારણે હાથી સહિતના પ્રાણીઓના ખોરાકમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. કાંકરિયા પ્રાણીસંગ્રહાલયના સુપ્રીટેન્ડેન્ટ ડો. સર્વ શાહે જણાવ્યું હતું કે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે ઠંડી થી પ્રાણીઓને રક્ષણ મળે તેના માટે થઈને વાઘ દીપડા જેવા પ્રાણીઓના પિંજરાની બહાર જરૂરિયાત પ્રમાણેના હીટર મૂકવામાં આવ્યા છે. આ હીટર કેવી રીતે મૂકવામાં આવ્યા છે જેનાથી પ્રાણીઓને કોઈપણ પ્રકારનું નુકસાન ન થાય અને ઠંડીથી રક્ષણ મળી રહે છે. શિયાળામાં જમીન ઠંડી થઈ ગઈ હોય છે જેના કારણે થઈને પ્રાણીઓ જ્યાં બેસે અથવા સુવે છે ત્યાં સૂકા ઘાસની પથારી પણ કરવામાં આવેલી છે. પક્ષીઓ અને સરીસૃપો એટલે કે સાપ માટે માટલા મૂકી અંદર બલ્બની વ્યવસ્થા કરવામાં આવી છે. બલ્બની ગરમીને કારણે સરીસૃપો અને પક્ષીઓને ઠંડીથી રક્ષણ મળે છે. શિયાળામાં માનવીની જેમ પશુ પક્ષીના ખોરાકમાં પણ ફેરફાર થાય છે ઉનાળા કરતા તેઓને વધુ ખોરાકની જરૂર પડે છે. શિયાળામાં વસાણા ઉત્તમ માનવામાં આવે છે ત્યારે હાથીના ખોરાકમાં પણ ફેરફાર કરવામાં આવે છે. ગોળ, અજમો, હળદર, સુંઠ વગેરેમાંથી બનાવવામાં આવેલ ખાસ પ્રકારનો લાડુ હાથીને આપવામાં આવે છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *