શિયાળો જામ્યો:શહેરમાં સતત બીજા દિવસે પણ પારો 12.6 ડિગ્રી રહ્યો, કોલ્ડ વેવને પગલે રાત્રે તીવ્ર ઠંડીનો અનુભવ

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

શહેરમાં ઠંડીનો પારો સતત બીજા દિવસે 12.6 ડિગ્રી નોંધાયો હતો. સોમવારે સિઝનનો કોલ્ડેસ્ટ ડે 12.4 ડિગ્રી નોંધાયા બાદ મંગળવારે નજીવો 0.2 ડિગ્રીનો તફાવત થયો હતો. કોલ્ડવેવને પગલે રાતે તીવ્ર ઠંડી અનુભવાઇ હતી. હજુ બે દિવસ શીત લહેર બાદ ઠંડીનો પારો 15 ડિગ્રી પહોંચશે. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કોલ્ડવેવથી ગુજરાતમાં શીત લહેર જોવા મળી રહી છે. શહેરમાં સતત બીજા દિવસે લઘુતમ પારો 12.6 ડિગ્રી નોંધાયો હતો. જેને કારણે રાતે અને સવારે હાડ થીજાવતી ઠંડીનો અહેસાસ થયો હતો. ઠંડીને કારણે રાતે વાહન વ્યવહારમાં ઘટાડો નોંધાયો છે. જ્યારે સોસાયટી-શેરીના નાકે તાપણાં સળગાવી લોકો ઠંડીની મજા માણી રહ્યા છે. સાથે મોર્નિંગ વોકર્સની સંખ્યા પણ વધી છે. શહેરમાં મંગળવારે મહત્તમ પારો 29.8 ડિગ્રી નોંધાયો હતો. ભેજ સવારે 77 ટકા અને સાંજે 35 ટકા નોંધાયો હતો. પવનની ગતિ 6 કિમીની નોંધાઇ હતી. બુધવારે પારો 12 થી 14 ડિગ્રી વચ્ચે નોંધાય તેવી શક્યતા છે. વહેલી સવારની શાળાઓનો સમય બદલવા ડીઇઓ રજૂઆત
ખાનગી શિક્ષક સંઘ દ્વારા સવારે 7 વાગ્યે શરૂ થતી શાળાનો સમય મોડો કરવા ડીઇઓને રજૂઆત કરાઇ છે. જ્યારે વિશ્વામિત્રી બચાવો સમિતિએ વિદ્યાર્થી કોઇ પણ કલરનાં સ્વેટર-જેકેટ પહેરી શકે તે માટે પરિપત્ર કરવા સૂચના આપી છે. આગામી 22મીથી ઠંડીનું પ્રમાણ ઘટાશે
હાલમાં ઉત્તર તરફથી આવતા ઠંડા પવનોને કારણે ઠંડીની તીવ્રતામાં વધારો થયો છે, જે હજુ બે દિવસ સુધી રહેશે. જોકે 22 નવેમ્બરથી બંગાળની ખાડીમાં લો-પ્રેશર સિસ્ટમ એક્ટિવ થશે, જેને પગલે ભેજવાળું વાતાવરણ સર્જાશે અને ઠંડીમાં ઘટાડો જોવા મળશે. ઠંડીનો પારો 22મી તારીખ પછી 15 થી 16 ડિગ્રી સુધી પહોંચશે, જેને પગલે ઠંડીનું પ્રમાણ ઓછું થશે અને દિવસના સમયે હૂંફાળું વાતાવરણ સર્જાશે. રાજસ્થાનમાં પૂર્વ બાજુ પર કોલ્ડવેવ હટી રહ્યો હોવાથી ધીમે ધીમે ઠંડીમાં પણ ઘટાડો શરૂ થઇ જશે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *