
India-Bangladesh Controversy : હિંસા અને આર્થિક સંકટનો સામનો કરી રહેલી બાંગ્લાદેશી સરકારે શેખ હસીના મામલે ભારતને ચેતવણી આપી છે. પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાએ દિલ્હીમાં એક જાહેર કાર્યક્રમમાં સંબોધન કર્યું છે, જેના કારણે બાંગ્લાદેશની વચગાળાની સરકારે ભારત સામે સખત શબ્દોમાં વાંધો ઉઠાવ્યો છે. ઢાકાએ આ મામલે આશ્ચર્ય અને આઘાત વ્યક્ત કરતા ભારત સરકારને ચેતવણી આપી છે.
યુનુસ સરકારે હસીના પર હિંસા ભડકાવવાનો આક્ષેપ કર્યો
બાંગ્લાદેશ સરકાર દ્વારા જારી કરવામાં આવેલા સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે, ‘માનવતા વિરુદ્ધના ગુનાઓમાં દોષિત ઠરેલા શેખ હસીનાએ 23 જાન્યુઆરીએ દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં વર્તમાન સરકારને ઉખેડી ફેંકવાની વાત કરી હતી.
