
મુંબઈ : ભારત-અમેરિકા વચ્ચે ગઈકાલે ટ્રેડ ડિલ માટે બન્ને દેશો સંમત થયાના અને ટેરિફમાં ઘટાડો પણ કરાતાં આજે શેરોમાં ફંડો, મહારથીઓએ સાર્વત્રિક તેજીનું તોફાન મચાવ્યું હતું. લોકલ ફંડોની સાથે ફોરેન ફંડો પણ શેરોમાં વેચાણો કાપીને ફરી મોટાપાયે ખરીદદાર બની જતા આજે જાતેજાતમાં તેજીમાં આવી ગયા હતા. ટ્રેડ ડિલ સાથે વૈશ્વિક મોરચે ક્રુડ ઓઈલના ભાવમાં તીવ્ર ઘટાડાની અને અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો આજે ૧.૫૦ રૂપિયા જેટલો જંગી વધી આવ્યાની પોઝિટીવ અસરે આજે શેરોમાં લાવલાવની પાટીયા ઝુલવા લાગ્યા હતા. સેન્સેક્સ ૨૦૭૨.૬૭ પોઈન્ટની છલાંગે ૮૩૭૩૯.
