
T20 World Cup 2026: T20 વર્લ્ડ કપ 2026માં પાકિસ્તાન સતત અડિયલ વલણ કરી રહ્યું છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ફરી એકવાર પોતાની સરકાર પાસેથી સલાહ લેવાનું છે. આ સલાહ 15 ફેબ્રુઆરીએ શ્રીલંકાના કોલંબોમાં થનારી ભારત-પાકિસ્તાન મેચના બહિષ્કારને લઈને લેશે, જેને ફરીવાર વિચારવાની અપીલ શ્રીલંકા ક્રિકેટે કરી છે.
પાકિસ્તાન સરકારે PCBને T20 વર્લ્ડ કપ રમવા માટે ટીમ મોકલવાની મંજૂરી આપી દીધી છે, પરંતુ ભારત વિરૂદ્ધ રમવાની ના પાડી દીધી છે. આ તે મેચ છે જેને ICC અને તેના બ્રોડકાસ્ટર્સ માટે સૌથી વધુ કમાણી વાળો મુકાબલો માનવામાં આવે છે.
