
PM Modi Parliament News : સંસદમાં સતત ચાલી રહેલા વિરોધ પ્રદર્શન અને હંગામાને કારણે હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પરની ચર્ચાનો જવાબ નહીં આપી શકે. બુધવારે સાંજે 5 વાગ્યે તેમના ભાષણનો સમય નક્કી કરવામાં આવ્યો હતો, પરંતુ કોંગ્રેસ સહિત વિપક્ષી સાંસદોના હોબાળાને કારણે ગૃહની કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી. પરિણામે, વડાપ્રધાનના ભાષણ વગર જ રાષ્ટ્રપતિના અભિભાષણ પરનો ‘ધન્યવાદ પ્રસ્તાવ’ મંજૂર કરી લેવામાં આવ્યો છે.
2004 પછી પ્રથમવાર આવી ઘટના
સંસદીય ઇતિહાસમાં 2004 પછી આ પ્રથમ એવી ઘટના છે જ્યારે વડાપ્રધાનના ભાષણ વગર ધન્યવાદ પ્રસ્તાવ પસાર થયો હોય.
