સગર્ભા રફુચક્કર થઇ ગઈ:ઝનાના હોસ્પિટલમાંથી સાસુની નજર ચૂકવી સગર્ભા નાસી ગઇ

📅 Published: November 20, 2025 | 📂 Category: Uncategorized

શહેરના ઉપલાકાંઠા વિસ્તારમાં રહેતી સગર્ભાને ઝનાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. શુક્રવારે સવારે તે તેના સાસુની નજર ચૂકવી હોસ્પિટલમાંથી નાસી જતાં તેની શોધખોળ આદરવામાં આવી હતી. સંત કબીર રોડ પરની ભગીરથ સોસાયટીમાં રહેતી સગર્ભા પ્રેમાબેન વિનિતભાઇ બોસમિયા (ઉ.વ.20)ને કોઇ શારીરિક તકલીફ થતાં તેને ઝનાના હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. બુધવારે સવારે દશેક વાગ્યાના અરસામાં પ્રેમા પોતાના બેડ પર હતી જ્યારે બાજુના ખાલી બેડ પર તેના સાસુ હિનાબેન હિતેષભાઇ બોસમિયા સૂતા હતા. પ્રેમા પોતાના બેડ પરથી ઊભી થઇને નજીકમાં આવેલા અન્ય પ્રસૂતાના બેડ સુધી પહોંચી હતી અને નવજાત બાળકને રમાડવા લાગી હતી. સગર્ભા પુત્રવધૂ બાળકને રમાડી રહી છે તેવું સાસુ હિનાબેનને લાગ્યું હતું, પરંતુ હિનાબેનની નજર દૂર થતાં જ પ્રેમા વોર્ડમાંથી બહાર નીકળી ગઇ હતી. લાંબો સમય વિતવા છતાં પુત્રવધૂ પ્રેમા પરત નહીં આવતાં સાસુ હિનાબેને શોધખોળ શરૂ કરી હતી, પરંતુ પૂરા હોસ્પિટલ કેમ્પસમાં તેનો પત્તો નહીં લાગતાં અંતે એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. પ્રેમા ઉત્તર પ્રદેશની વતની છે અને તેનો પતિ વિનિત બોસમિયા રાજકોટનો છે. પ્રેમાને પેટમાં દોઢ માસનો ગર્ભ હતો. સગર્ભા પ્રેમાને શોધી કાઢવા પોલીસે તપાસ શરૂ કરી હતી.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *