
ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા આયોજિત પ્રતિષ્ઠિત ‘નેશનલ સ્ટેમ ક્વીઝ 4.0’ના પ્રિલિમનરી રાઉન્ડનું આયોજન આગામી 7 જાન્યુઆરી, 2026ના રોજ કરવામાં આવ્યું છે. આ ઓનલાઇન ક્વિઝમાં સમગ્ર ભારતના વિવિધ રાજ્યો અને બોર્ડના ધોરણ 9થી 12ના 15,01,249 જેટલા વિદ્યાર્થીઓએ નોંધણી કરાવીને એક નવો વિક્રમ સ્થાપ્યો છે.
આ ઓનલાઇન ક્વિઝ 7 જાન્યુઆરીના રોજ સવારે 11:00થી બપોરે 12:30 દરમિયાન યોજાશે. જામનગર જિલ્લામાં શ્રી એમ .
