સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓનો હોબાળો:તેલમાં ભેળસેળ, રસોડામાં ગંદકીથી દુર્ગંધ, અપૂરતા પાણી મુદ્દે વિરોધ; આરોગ્ય વિભાગની તપાસ

📅 Published: November 17, 2025 | 📂 Category: Uncategorized

વડોદરાના સમા વિસ્તારમાં આવેલી સમરસ હોસ્ટેલના વિદ્યાર્થીઓ ભોજનની સામગ્રીમાં નિયત કંપનીના બદલે અન્ય કંપનીની ચીજ-વસ્તુઓ તથા સાફ-સફાઈ અને અપૂરતા પ્રમાણમાં પાણી મળતું હોવાના મુદ્દે 16 નવેમ્બરની મોડીરાતે હોબાળો મચાવ્યો હતો. આ મામલે વિદ્યાર્થીઓએ અગાઉ રજૂઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ નહીં આવતા કડકડતી ઠંડીમાં રોડ પર ઉતરી આવીને મેનેજમેન્ટ સામે ભારે હોબાળો મચાવ્યો હતો. તેલના ડબ્બામાં પાણી મિક્સ થતાનો આક્ષેપ
વડોદરાના સમા વિસ્તારમાં આવેલી સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ માટે રસોઈ બાબતે રોટલી માટે પેકિંગમાં આવતા ચોક્કસ કંપનીના ગુણવત્તા યુક્ત લોટના બદલે અન્ય જુદી-જુદી કંપનીઓના લોટ મોકલાતા હોવાના આક્ષેપો વિદ્યાર્થીઓએ કર્યા છે. જેથી વિદ્યાર્થીઓ અવારનવાર માંદગીમાં સપડાતા હોય છે. આવી જ રીતે રસોઈમાં વપરાતા સીંગતેલના ડબ્બામાં અન્ય કંપનીનું તેલ અને ડબ્બામાં પાણી મિકસ કરતા હોવાના અનેકવાર કિસ્સા વિદ્યાર્થીઓએ રંગે હાથ જોયા હતા. પાણી પણ ન આવતું હોવાની વિદ્યાર્થીઓની ફરિયાદ
આ ઉપરાંત રસોડામાં પણ ભારે ગંદકીના કારણે દુર્ગંધ ફેલાતી હોવાના પણ આક્ષેપો કરાયા છે. સાથે હોસ્ટેલમાં ટોયલેટ-બાથરૂમમાં પણ નાહવા અને શૌચ જતી વખતે કેટલીવાર પાણી વગર હેરાન પરેશાન થવાનો કેટલાય વિદ્યાર્થીઓને વારો આવ્યો છે. સામાન લઈને આવેલા ટેમ્પોચાલકે આડેહાથ લીધો
ગત રાત્રે માલ સામાન તથા ચીજ વસ્તુઓ ભરીને આવેલા આઇસર ટેમ્પો ચાલકને હોસ્ટેલના વિદ્યાર્થીઓએ આડે હાથ લીધો હતો. ટેમ્પો ડ્રાઇવર પાસેથી ગાંધીનગર સ્થિત કોન્ટ્રાક્ટરનો નંબર માંગવામાં આવ્યો હતો, જ્યાં સામે છેડેથી જાતજાતના બહાના બનાવીને ફોન વારંવાર કાપી નાખવામાં આવતો હતો. પરિણામે વિદ્યાર્થીઓ વધુ ઉશ્કેરાયા હતા. સીંગ તેલના ડબ્બામાં અન્ય કંપનીનું અન્ય તેલ ભરવામાં આવતા વિદ્યાર્થીઓએ રંગે હાથ પકડયાનું પણ પૂછતાછમાં જણાવ્યું હતું. જોકે રસોઈ રસોડાની ગંદકી સહિતના અન્ય પ્રશ્નો બાબતે અગાઉ લેખિત જાણ કરવા છતાં પણ પ્રત્યુતર મળ્યો નથી. વિદ્યાર્થીઓએ ભેળસેળ કરતા રંગેહાથ ઝડપ્યાં હતાં
આ ઉપરાંત માલ-સામાન ભરીને ટેમ્પો ડ્રાઇવર આવ્યો, ત્યારે કોઈ પણ જવાબદાર વ્યક્તિ પણ હાજર ન હતી, જેથી સમરસ બોયઝ હોસ્ટેલનું તંત્ર ખાડે ગયું હોવાના આક્ષેપો વિદ્યાર્થીઓએ કરીને જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવા ભારે સૂત્રોચાર કર્યો હતો. સીંગતેલના ડબ્બામાં પાણી સહિત અન્ય ભળતું તેલ મિકસ કરવા બાબતે રંગે હાથ પકડાઈ જતા ભારે હોબાળો મચાવ્યો હતો. મોડીરાતે હોબાળો થતાં આરોગ્ય વિભાગની તપાસ
સમા વિસ્તારમાં આવેલી સમરસ બોયઝ હોસ્ટેલમાં સિંગતેલમાં પાણી સહિત અન્ય તેલની ભેળસેળ, રસોડામાં ગંદકીના કારણે ભારે બદબુ અને રોટલીના લોટ બાબતે નિયત કંપનીના લોટ પેકિંગ ના બદલે અન્ય કંપનીના લોટ સહિતની અન્ય કેટલીક ક્ષતિઓ બાબતે જાણ થતા તાત્કાલિક ધોરણે પાલિકા તંત્રની આરોગ્ય શાખાએ અધિકારી સહિત અન્ય કર્મીઓની ટીમ દ્વારા સમરસ હોસ્ટેલમાં સઘન ચેકિંગ હાથ ધરીને કેટલીક ચીજ વસ્તુઓના સેમ્પલ તપાસ માટે કબજે કરવામાં આવી રહ્યા છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *