
Vadodara Liquor Party : વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલી હોટલ પીએમ રિજન્સીના રૂમમાંથી બર્થ ડે નિમિત્તે દારૂની પાર્ટી માણતા આઠ વેપારીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે તેઓની પાસે દારૂની ત્રણ બોટલ અને ઠંડા પીણાની એક બોટલ સહિતની ચીજ વસ્તુઓ કબજે કરી હતી.
બર્થ ડે નિમિત્તે શંકરે દારૂની બોટલોની વ્યવસ્થા કરી આપી
પોલીસના જણાવ્યા મુજબ, પકડાયેલા વેપારીઓ મોબાઈલ શોપ તેમજ રીપેરીંગનું કામ કરે છે. શંકર જેઠવાણી નામના વેપારીની બર્થ ડે નિમિત્તે તેણે પાર્ટી રાખી હતી અને અજય સુખવાણીએ રૂમ બુક કરી હતી.
