વડોદરા,સવાદ ક્વાટર્સમાં માથાભારે યુવકે બે પિતરાઇ ભાઇ સહિત ત્રણ વ્યક્તિઓ પર ચાકૂના ઉપરાછાપરી ઘા ઝીંકી દેતા ત્રણેય લોહીલુહાણ થઇ ગયા હતા. એક ઇજાગ્રસ્તને ગંભીર ઇજા થઇ હોઇ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે.
ખોડિયારનગર ધુ્રવા હાઇટ્સમાં રહેતો નીકુલ નટવરભાઇ સોલંકી જીમ ટ્રેનર તરીકે કામ કરે છે. વારસિયા પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,ગત ૧૩ મી તારીખે રાત્રે પતંગનો દોરો લઇને હું તથા મારા માસીનો દીકરો બોની દશરથભાઇ સોલંકી સવાદ ક્વાર્સમાં રહેતા મામા ગણપતભાઇ સોલંકીના ઘરે ગયા હતા. ઘરનો દરવાજો બંધ હોઇ અમે સોનુ દીદી દરવાજો ખોલ તેવી બૂમો પાડતા હતા. તે સમયે મારા મામાના ઘરની સામે રહેતો પ્રેમ રમેશભાઇ મારવાડીએ આવીને કેમ બૂમો પાડે છે ? તેવુ ંકહીને મારા પર હુમલો કર્યો હતો.
