
India–EU FTA Deal Impact On Cars Price : ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે આવતીકાલે 27 જાન્યુઆરીએ ‘મધર ઓફ ઓલ ડીલ’ એટલે કે ઐતિહાસિક વેપાર કરાર થવાનો છે. બંને વચ્ચે જે ‘મુક્ત વેપાર કરાર’ થવાનો છે, તેમાં મોંઘી લક્ઝુરિયસ કારની ડીલ પણ સામેલ છે. આ ડીલ માટે યુરોપિયન કમિશનના અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયેન હાલ ભારતની મુલાકાતે છે અને આવતીકાલે તેઓ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠક કર્યા બાદ ભારત-ઈયુ ડીલ અંગે મોટી જાહેરાત કરી શકે છે. ડીલમાં મોંઘી લક્ઝુરિયસ કારનો પણ સમાવેશ હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં ભારત સરકાર યુરોપીય યુનિયનથી આવતી કારો પરની આયાત ડ્યૂટીમાં મોટી કપાત કરવાની તૈયારીમાં છે. હાલ યુરોપથી ભારત આયાત થતી કારોનો પરની ઈમ્પોર્ટ ડ્યૂટી 110 ટકા સુધી પહોંચી ગઈ છે, જેમાં 40 ટકા ઘટાડો કરવાનો પ્રસ્તાવ છે.
