
New Military Bloc Emerging: વિશ્વના નકશા પર એક નવું લશ્કરી સમીકરણ આકાર લઈ રહ્યું છે, જેને સંરક્ષણ નિષ્ણાતો ‘ઇસ્લામિક નાટો’ તરીકે ઓળખાવી રહ્યા છે. સાઉદી અરેબિયા અને પાકિસ્તાન વચ્ચે થયેલા સંરક્ષણ કરારમાં હવે તૂર્કિયે સામેલ થવાની તૈયારીમાં છે. આ જોડાણ ભારત માટે ચિંતાનો વિષય બની શકે છે, કારણ કે તેમાં સામેલ ત્રણેય રાષ્ટ્રો પોતપોતાની શક્તિઓનું પ્રદર્શન કરી એક મજબૂત સૈન્ય બ્લોક બનાવવાની દિશામાં આગળ વધી રહ્યા છે.
‘એક પર હુમલો, એટલે બધા પર હુમલો’
અહેવાલો અનુસાર, સપ્ટેમ્બર 2025માં સાઉદી અરેબિયા અને પાકિસ્તાન વચ્ચે થયેલા કરારમાં નાટોના ‘અનુચ્છેદ 5’ જેવી જ જોગવાઈ રાખવામાં આવી છે.
