
Saudi arab and USA News : મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભારે તણાવ વચ્ચે સાઉદી અરેબિયાએ સ્પષ્ટ કર્યું છે કે તે તેહરાન વિરુદ્ધ કોઈપણ સૈન્ય કાર્યવાહી માટે કોઈ પણ દેશને પોતાના હવાઈ ક્ષેત્ર અથવા જમીનનો ઉપયોગ કરવાની મંજૂરી આપશે નહીં. સાઉદી પ્રેસ એજન્સી (SPA) ના જણાવ્યા અનુસાર, સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન (MBS) એ મંગળવારે મોડી રાત્રે ઈરાની પ્રમુખ મસૂદ પેજેશ્કિયાન સાથે ફોન પર વાત કરી આ ખાતરી આપી હતી.
ઈરાનની સાર્વભૌમત્વનું સન્માન અને તટસ્થતા
વાતચીત દરમિયાન સાઉદી અરેબિયાએ ઈરાનની સાર્વભૌમત્વ પ્રત્યેના સન્માનની પુષ્ટિ કરી હતી. ક્રાઉન પ્રિન્સે સ્પષ્ટ કર્યું કે સાઉદી અરેબિયા પોતાના ક્ષેત્રને તેના પ્રાદેશિક પ્રતિસ્પર્ધી (ઈરાન) વિરુદ્ધ કોઈપણ સૈન્ય હુમલા માટે ‘લોન્ચપેડ’ તરીકે ઉપયોગ કરવા દેશે નહીં.
